ચીખલી: ગતરોજ મિયાંઝરી અને ઘોડવણીને જોડતા પુલ પરથી ખેરગામમાં મેક્સ જીપ લઈને કામ અર્થે આવેલા વઘઇના લોકોની જીપ પરત ફરતી વેળાએ સામે આવેલા વાહનને બચાવવા જતાં પુલ પરથી નદીમાં ખાબકી હોવાનો બનાવના વિડીયો અને ફોટોગ્રાફ સામે આવ્યા છે.

Decision Newsને માહતી આપતા ઘોડવણીના કિરણ પટેલ જણાવે છે કે વઘઇના પાંચ સાત લોકો કામના સિલસિલામાં મેક્સ જીપ લઈને ખેરગામ ખાતે ગયા હતા જે પરત ફરતી વેળાએ લગભગ 8:00 વાગ્યાની આસપાસ મિયાંઝરી અને ઘોડવણીને જોડતા પુલ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતા વાહન બચાવવા જતાં જીપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ પુલ પરથી નીચે નદીમાં ખાબકી હતી. જુઓ આ વિડીયોમાં..

રાહતની વાત એ બની કે આ ગંભીર અકસ્માતમાં જીપ ચાલક કે તેમાં સવારોને સામાન્ય ઈજા સિવાય કોઈપણ મોટું નુકશાન થયું નથી. ઈજામાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હોવાની જાણકારી હાલમાં પ્રાપ્ત બની છે.