ડાંગ: અકસ્માતના આકડાંઓ આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગ વધી રહ્યા છે ત્યારે ગતરોજ વધુ એક  શિવઘાટમાં એસટી બસ ભેખડ ભટકાતા અકસ્માત થયાની ઘટના સામે આવી છે જેના કારણે બે કલાક સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

Decision Newsને મળેલા રીપોર્ટ અનુસાર ગતરોજ ગાંધીનગર-આહવા એસટી બસ (નં. જીજે-18-ઝેડ-7509) નંબરની બસ 4.15વાગ્યાની આસપાસ વઘઇથી આહવાને જોડતા રાજ્યધોરી માર્ગ જઈ રહી હતી ત્યારે રસ્તામાં આવતા શિવઘાટ પાસે બસ ડ્રાઇવરએ સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ભેખડ સાથે અથડાઈ અને ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો.

આ અકસ્માતમાં બસના ડ્રાઇવર-ક્લીનર તથા 10 મુસાફરનો બચાવ થયો હોવાની માહિતી સુત્રો દ્વારા મળી છે પરંતુ બસને એક સાઇટે મોટું નુકશાન થયાનું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માત થતાં જ ટ્રાફિકજામના લીધે રોડ-પરથી જતા-આવતાં વાહનચાલકો ફસાયા હતા.