ધરમપુર: ગતરોજ ધરમપુર એસ.ટી.ડેપોની બસ અમદાવાદથી મુસાફરોને લઈ ધરમપુર આવી રહેલી બસ મહુવા તાલુકાનાં વલવાડા ગામની સીમમાંથી પસાર થતી વખતે સામેથી પૂર ઝડપે આવેલી કાર બસની પાછળના ભાગે અથડાયા બાદ રોડની સાઈડમાં ઉતારી જવા પામી હોવાનું સામે આવી છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ અમદાવાદથી સુરત થઇ ધરમપુર આવી રહેલી એસ.ટી બસ મહુવાનાં વલવાડા ગામની સીમમાં બસ પસાર થઈ રહી હતી તે સમયે કાર (GJ-26-N-2401)ના ચાલક મેહુલભાઈ ચૌધરીએ કાર બસની પાછળના ભાગે અથડાયાના કારણે અકસ્માત થતાં કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. પરંતુ રાહતની વાત છે કે બસમાં મુસાફરો અને કાર ચાલકને ઇજા પહોંચી ન હતી.

ધરમપુર ડેપોની બસ નંબર (GJ-18-Z-4983)લઈ અમદાવાદ-ધરમપુર અને (GJ-26-N-2401) કારની અકસ્માતની  આ ઘટના બાદ એસ.ટી અધિકારીઓ અને કાર ચાલક વચ્ચે સમાધાન થતાં ફરિયાદ મામલો થાળે પડયો હતો