કપરાડા: તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલી કોલવેરા પ્રાથમિક શાળાના કેમ્પસમાં ચોમાસાં દરમિયાન ઉગી નીકળેલા નિંદામણ અને અન્ય કચરાની જય જોહર યુવા ગ્રુપ કોલવેરા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કોલવેરા પ્રાથમિક શાળાના કેમ્પસના બાગ બગીચામાં અને પટાંગણમાં ચોમાસામાં દરમિયાન નીકળી આવેલા નિંદામણના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં ગ્રુપના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને દરેક ગામના યુવાનો સમક્ષ પોતાના ગામની શાળામાં ‘મારી શાળા સ્વચ્છ શાળા’નું સૂત્ર આપી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પડ્યું હતું.

પ્રાથમિક શાળાના કેમ્પસની સફાઈ અભિયાનને શાળા પરિવારે બિરદાવી, કોલવેરા જય જોહર યુવા ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.