ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયત ખાતે 15 માં નાણાંપંચ અંગે ભેદભાવ ભર્યું વલણ રાખી અન્યાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા અપક્ષના નેતા કલ્પેશભાઈએ જો સાંજ સુધીમાં એનું નિરાકરણ વહીવટીતંત્ર દ્વારા ન લાવવામાં આવે તો હું આવતી કાલે રાજ્યપાલ સમક્ષ રજુવાત કરવાની ચીમકી આપી છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ધરમપુર તાલુકા પંચાયત ખાતે 15 માં નાણાંપંચ અંગે ભેદભાવ ભર્યું વલણ રાખી અન્યાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા અપક્ષના નેતા કલ્પેશભાઈએ જો સાંજ સુધીમાં એનું નિરાકરણ વહીવટીતંત્ર દ્વારા ન લાવવામાં આવે તો હું આવતી કાલે આદિવાસી સમાજનું ગૌરવ અને મધ્યપ્રદેશના મહામાહિમ રાજ્યપાલ સાહેબશ્રી મંગુભાઇ પટેલ સાહેબ ધરમપુરના બરૂમાળ ખાતે આવી રહ્યા છે ત્યારે આ બાબતે તેમની સામે રજુવાત કરવામાં આવશે. જુઓ આ વિડીઓ માં…
હવે આદિવાસી સમાજ પોતાના હક અને અધિકાર અંગે જાગૃત થઇ ગયો છે એટલે અધિકારીઓ ચેતવંતા રહે એમાં એમની ભલાઈ છે 15 નાણાપંચ આ ઘટના પર વહીવટીતંત્ર જો આજ સાંજ સુધીમાં કોઈ નિર્ણય અર ન પોહ્ચે અને અમને જવાબ ન મળે તો અમારા તરફથી આવતી કાલે રાજ્યપાલ સમક્ષ જે પણ પગલાં લેવાશે તેના માટે જિમ્મેદાર ધરમપુર તાલુકા પંચયાત રહશે











