દક્ષિણ ગુજરાત: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, તાપી, સુરત ભરૂચ જેવા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રદેશમાં ભારે મેઘમહેર યથવાત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 163 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા, સુરત અને નવસારી જિલ્લામાં થયો છે. નર્મદાના દેડિયાપાડામાં 220 મિમી, સાગબારામાં 142 મિમી, સુરતમાં પલસાણામાં 127 મિમી, સુરત શહેરમાં 112 મિમી, જ્યારે નવસારીમાં 98 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદ પડયાનો તાગ કાઢવામાં આવે તો અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડયાના તારણો મળી રહ્યા છે.

હાલમાં ગુજરાતના IMDના અધિકારીએ જણાવ્યું છે કે અગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે NDRF અને SDRFની ટીમોને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી જિલ્લામાં એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.