ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પર સરકારીતંત્ર આંખ આડા કાન કરી સમસ્યાના નિવારણ ન કરતાં હવે પછી શું પગલાં લઇ લોકોની સમસ્યા કેવી રીતે દુર કરવી તેના સંદર્ભમાં આહવા ખાતે બસપાની ઓફિસે મિટિંગ રાખવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગઈકાલે બસપા દ્વારા આવેદનપત્ર પર સરકારીતંત્ર આંખ આડા કાન કરી સમસ્યાના નિવારણ ન કરતાં હવે પછી શું પગલાં લઇ લોકોની સમસ્યા કેવી રીતે દુર કરવી તેના સંદર્ભમાં આહવા ખાતે બસપાની ઓફિસે મિટિંગ કરવામાં આવી હતી આ દરમિયાન વઘઈ આહવા સુબીર પાર્ટી પ્રમુખોની નિમણુક પણ કરવામાં આવી છે. તેમજ જિલ્લામાં મહિલા અને યુવા સંગઠન ટીમ જાહેર કરવામાં આવી હતી. જુઓ આ વીડીઓ માં…

જો લોકોની સમસ્યા માટે આપવામાં આવેલા બસપાના આવેદનપત્ર પર જિલ્લા કલેકટર દ્વારા વિશેષ ધ્યાન આપી નેટવર્ક હોઈ કે મોંઘવારી જેવા મુદ્દાઓના નિવારણ માટે આપ સાહેબ ઝડપથી જો પગલાં ન લો તો અમે આંદોલનનો પણ માર્ગ અપનાવી શકીએ છીએ.