ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીને અડીને આવેલા આલીપોરના અંભેટા ગામની હદમાં ગઈકાલે સાંજના સમયે એક પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં મળેલી મહિલાની લાશનું ગતરોજ PM કરાવતા હિલાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું ચોકાવનારી હકીકતો બહાર આવી છે.
Decision Newsને મળેલી વિગતો પ્રમાણે હત્યારાએ આ મહિલાને ગળાના ભાગે કોઈ તીક્ષણ હથિયાર વડે મારી તેનું ગળુ કાપી નાખી તેમજ માથાના પાછળના ભાગે જોરદાર ઘા માર્યો હોવાનું બહાર આવ્યું છે. ચીખલી નજીકના આવેલા આલીપોર – અંભેટા ગામની હદમાં ગઈકાલે સાંજના સમયે ભૂરા કલરના પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી આ મહિલાની લાશનો કબજો ચીખલી પોલીસે લઈ ચીખલી રેફરલ હોસ્પિટલમાં આ મૃતક મહિલાને રાખવામાં આવી હતી અને જેનું ગતરોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવતા કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. PM દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલાની હત્યા ગળાના ભાગે કોઈ હથિયારથી ગળુ કાપી નાખી તેમજ માથાના પાછળના ભાગે કોઈ તીક્ષણ હથિયારથી ઘા મારી કરવામાં આવી હતી હત્યા કર્યા બાદ આ મહિલાની લાશને ભૂરા કલરના પ્લાસ્ટિકના પીપમાં પેક કરી થાલા ગામની હદમાં ફેકી દેવામાં આવી હતી.
આ બનાવ અંગે ચીખલી પોલીસે અજાણ્યા ઇસમો સામે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે જોકે આ મહિલા કોણ અને ક્યાંની રહી છે તેની ભાળ હજુ સુધી પોલીસને હાથ લાગી નથી.જેની તપાસ પોલીસ કરી રહી છે.