પંચમહાલ: વતર્માનમાં ચુંટાયેલા ડેલિકેટ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત ખાતે 2 સપ્ટેમ્બરના રોજ પહેલી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના 30 જેટલા ડેલિકેટ ભાગ લઇ વિસ્તારના વિકાસના પોતાના મતો આપ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ પહેલી સામાન્ય સભાના કારણે સવારથી જ તાલુકા પંચાયત ખાતે ડેલિકેટ ની ચહેલ પહેલ જોવા મળી હતી આ સામાન્ય સભા ના સંદર્ભે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સામાન્ય સભામાં વાડી સીટના જીતેલા ઉમેદવાર જે બી સોલંકી ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના ઈ. ટેન્ડર કોઈ જય શ્રી મારુતિ એન્ટરપ્રાઇઝ નામે હોવા છતાં શહેરા તાલુકા પંચાયત ખાતે કોઈ બીજાના નામે મટિરિયલના બીલો આપતા હોવાનું જણાવ્યું હતું અને શહેરા નગર તથા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી. જુઓ આ વીડિઓ…

આ સામાન્ય સભા પૂર્ણ થતા જ જે .બી સોલંકી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જે સંદર્ભે જે.બી સોલંકીએ જણાવ્યુ હતુ કે હું હંમેશા પ્રજાલક્ષી કાર્યો અને તાલુકા વિસ્તારમાં થતા કૌભાંડોની લઈ આવેદનપત્રો આપતો રહીશ