ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા હત્યાનું હબ બન્યો હોય એવું લાગી રહ્યું છે ગતરોજ આલીપોર અંભેટા માર્ગ પર આઈસા પાર્ક સામે કોતરમાં પીપડાના કેનમાંથી મહિલાની લાશ મળી આવતા પોલીસે લાશ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોરના હદમાંથી આલીપોર ગણદેવી માર્ગ ઉપરથી રહેમાન સોસાયટી સામે આવેલ કોતરમાંથી પીપડાના કેન માંથી મહિલાની લાશ મળી આવતા ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ચીખલી પોલીસ મથકના PI પી. જી. ચૌધરી અને PSI ડી.આઈ સહિતના ચીખલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી લાશ નો કબ્જો લઈ PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
આ મહિલાની લાશ દેખાતા લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. જોકે આ મહિલા કોણ છે? ક્યાંની છે એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ મહિલાની હત્યા છે કે આત્મહત્યા જે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

