ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈ ચૌર્યાએ ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક પત્ર પાંઠવી ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ કસ્ટોડીયલ મોત પ્રકરણમાં આદિવાસી પરિવારને ન્યાય મળે આરોપીઓને ફાંસી સુધી સજા કરવાં માંગ કરી છે. ગુજરાત આદિજાતી ડીરેકટર અને ડાંગનાં આદિવાસીઓની પડખે રહેનાર બાબુરાવભાઈ ચૌર્યાએ ગતરોજ ગુજરાતનાં મુખ્યંમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એક લેખિત પત્ર પાઠવ્યો છે.

આ પત્રમાં જણાવ્યું છે કે નવસારી જિલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં તા 21-07-021 નાં રોજ ડાંગ જિલ્લાનાં વધઈનાં બે આદિવાસી યુવાનો સુનિલ પવાર અને રવિ જાધવ નાંઓની શંકાસ્પદ મૃત્યું જે ધટનાથી સમગ્ર ડાંગ જિલ્લો અને આદિવાસી સમાજ માટે અત્યંત દુખદ ધટનાં હતી, જેનો શોક અને રોષ મને ડાંગની પ્રજાની છે આ ધટનાં બાબતે ન્યાયની માંગણી કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ તથા સ્ટાફ પર કાર્યવાહી બાબતે એફ.આર.આઈ પણ નોંધવામાં આવેલી હતી પરંતુ ધટનાંને ધણા દિવસો વિતી ગયાં ઊપરાંત આજદિન સુધી દોષીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ તથા દોષી પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી નથી

વધુમાં જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં સર્વે આદિવાસી સમાજ અને પિડીત પરિવાર પરિવારવતી બાબુરાવભાઈ ચૌર્યાએ આદિવાસી સમાજનાં પ્રતિનિધિ તરીકે ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરી છે કે મારા આદિવાસી સમાજનાં નવ યુવાનો કે જેમનું શંકાસ્પદ રીતે મૃત્યું થયેલ છે જેનાં આરોપીઓને તાત્કાલિક ધરપકડ થાય તથા આ પકરણની તલસ્પર્શી તપાસ થાય અને સાચી હકિકત બહાર આવે સંબંધિત દોષીઓ ઊપર કડકમાં કડક કાર્યવાહી કરી ફાંસી સુધીની સજા આરોપીઓને થાય તેવી માંગણી કરી છે, અને અમોને ખાતરી છે કે, ગુજરાતના સહનશીલ મુખ્યમંત્રી તરીકે આપ સાહેબ મારા ડાંગની પ્રજાની લાગણી સમજી, પીડિત પરિવારને ન્યાય અપાવવા યોગ્ય કાર્યવાહી કરશો તેવી માંગ કરી રહ્યા છે.