ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને એક્સપાયર્ડ તારીખ વાળો ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક આગેવાનો અને આદિવાસી સમુદાયોમાં આક્રોશ ફાટી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ આ ઘટનાને લાગતા સ્ટેટ હોસ્પીટલના સ્ટાફ દ્વારા ફ્ક્ત માફી માંગી લઈ ભીનું સંકેલવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું પરંતુ ધરમપુરના અપક્ષના અને યુવાપ્રિય નેતા કલ્પેશભાઈ અને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખની સાથે આદિવાસી યુવાનોના ટોળાઓ દ્વારા આ સ્ટાફ પર પર શિકક્ષાત્મક પગલાં લેવા તેમજ જરૂરી તપાસ કરવા માટે કલેકટર સાહેબ શ્રી વલસાડને ધરમપુર તાલુકા વિકાસ આધિકારી શ્રી મારફત આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આ સ્ટાફના વિરોધમાં મોટીઢોલ ડુંગરી સરપંચશ્રી નવીનભાઈ, ભાવડા સરપંચશ્રી રમેશભાઈ, આવધા સરપંચશ્રી રંજીત ભાઈ, સરપંચશ્રી સોમભાઈ,હાર્દિકભાઈ કાનૂરબરડા ,મેહુલભાઈ બીલપુડી,જયદીપભાઈ ખારવેલ,વિનોદભાઈ સાવરમાળ,અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા
કલ્પેશભાઈ જણાવે છે કે જો આમારા આદિવાસી બેહેનો પર થયેલા આ અમાનવીય અને અપરાધિક વર્તન કરનારા સ્ટેટ હોસ્પિટલના સ્ટાફ પર શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવે તો અમે રસ્તા પર તીર કામઠા લઇ હિંસાત્મક વિરોધ કરવા માટે પણ ખચકાઈશું નહિ.