વ્યારા: જેના વિચારો મજબૂત છે. એના પરિણામ પણ મજબૂત આવે છે. વ્યારાના બોરખડી ગામમાં નારીયળના રેસમાંથી આર્ટીકલ્સની બનાવટ કૈવલ કૃપા સખી મંડળમાં કલાત્મક વસ્તુઓ બનાવતી મહિલાઓ કંઇક એવું જ એક આજે નવું ઉદાહરણ તમારી સામે રજૂ કરી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વ્યારાના બોરખડી ગામના નાની કુંડળ વિસ્તાર, જે વિસ્તાર તો નાનો છે પણ ત્યાં રહેનારા લોકોના મન મોટા છે. આ વિસ્તારની મહિલાઓને લાખ લાખ સલામ છે. કૈવલ કૃપા સખી મંડળમાં કલાત્મક વસ્તુઓ બનાવી પોતાની આવડતનો એક ઉત્તમ નમુનો અને આગવી કુશળતા બતાવી છે. તાલીમ કેન્દ્રમાં તાલીમ લઇને આજે આ માહિલાઓ નારિયેળના રેસામાંથી અદભુત વસ્તુઓ બનાવી રહી છે. અંદાજીત નવ જેટલી મહિલાઓને પોતાના જ વિસ્તારમાં રોજગારી મળી રહી છે અને આ મહિલાઓઓ નવું નવું શીખી રહી છે. સાથે સાથે એમને ત્યાંના પુરુષોનો પણ એક યોગ્ય સાથ સહકાર મળી રહ્યો છે. જે એમને એક મજબૂત રીતે આગળ વધવામાં મદદરૂપ થઇ રહ્યા છે. આ બધા આજે સાથે મળીને એમના આ કામને ખુબજ ઝડપથી આગળ વધારી રહ્યા છે.
કૈવલ કૃપા સખી મંડળના પ્રમુખ શીલાબેન અમૃતભાઈ ચૌધરી હાલમાં ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છે અને મહિલાઓને જાગૃત કરી આવનાર સમયમાં વધુમાં વધુ મહિલાઓને રોજગારી મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા જોવા મળે છે. એવું કહેવાય છે ને કે સખત મહેનત અને અડગ વિચારધારા થી કોઈ પણ કામ અશક્ય નથી. સફળતા મળે જ છે બસ એક યોગ્ય વિચારધારા અને મેહનત જરૂરી છે.