ગતરોજ નર્મદા જિલ્લા ખાતે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ. રાજપીપલાની વિભાગીય કચેરી તેમજ રાજપીપલા-૧ અને રાજપીપલા-૨ પેટા વિભાગીય કચેરીઓના અંદાજે રૂ.૫.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનનું ગુજરાત ઊર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા અને છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

ઉર્જામંત્રી સૌરભ પટેલ એ જણાવ્યું હતું કે આ વિસ્તાર ના વિક્કાસ માટે સરકાર ચિંતિત છે અને એટલેજ રાજપીપલાની વિભાગીય કચેરી તેમજ રાજપીપલા-૧ અને રાજપીપલા-૨ પેટા વિભાગીય કચેરીઓનું આજે લોકાર્પણ થયું છે.

વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગુણવત્તા યુક્ત વીજળી મળે તે માટે સરકારશ્રી દ્વારા સબ સ્ટેશન અને સૂર્યોદય યોજના જે 503 કરોડ રુપિયાની છે ત્યારે આખાદેશમાં દિવસે વીજળી આપવાનો કાર્યક્રમ કોઈએ શરૂ નથી કર્યો ત્યારે ગુજરાતે આ પહેલ કરી છે. ગુજરાતે સાડા ચાર હજાર ગામડાઓ માં કિસાન

સૂર્યોદય યોજના થકી દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે. આમ અનેક વિકાસ થશે અને આગામી 2022 ના અંત સુધીમાં ગુજરાતના 18000 ગામડાને કિસાન સૂર્યોદય યોજના નો લાભ મળશે.