પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી વધુ સમય શાળાઓ બંધ રહી છે ત્યારે ધોરણ 6 થી 8 ની શાળાઓ આજથી શરૂ થઈ રહી છે. શાળાનાં સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આ સાથે શાળાઓએ ઓનલાઈન વર્ગ પણ શરૂ જ રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ ધોરણ 9 થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે, ત્યારે હવે આજથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે.

પહેલીવાર એવું બન્યું હશે કે, શાળાઓમાં ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ આટલા લાંબા સમય માટે બંધ રહ્યું હોય. 22 માર્ચ 2020 થી પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી બાળકોએ ઓનલાઇન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. જોકે પ્રિ પ્રાયમરી એજ્યુકેશન અને ધોરણ 1 થી 5ની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ હજુ બંધ છે. અને તે આ વર્ષે શરૂ થશે કે કેમ તેના પર પણ પ્રશ્નો ઉભા છે.