ભારતમાં સેમસંગ ગેલેક્સી A52s 5G લોન્ચ થઈ ગયો છે. કંપનીએ આ ફોનને બે વેરિએન્ટ 6જીબી+128જીબી અને 8જીબી+128જીબીમાં લોન્ચ કર્યા છે. ફોનના +જીબી રેમ વેરિએન્ટની કિંમત 35,999 રૂપિયા અને 8જીબી વેરિએન્ટની કિંમત 37,499 રૂપિયા છે. ફોનને ત્રણ કલર વેરિએન્ટ ઓસમ બ્લેક, ઓસમ વોયલેટ અને ઓસમ વાઇટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેની સેલ આજથી શરૂ થઈ ગય છે. યૂઝર આ ફોનને એમેઝોન ઈન્ડિયા અને કંપનીની સત્તાવાર વેબસાટિ અને મુખ્ય રિટેલ આઉટલેટ્સ પાસેથી ખરીદી શકે છે.

સેમસંગ ગેલેક્સી A52sને કંપની આકર્ષક લોન્ચ ઓફરની સાથે ખરીદવાની તક આપી રહી છે. આ ઓફર હેઠળ તમને ફોન ખરીદવા પર 3 હજાર રૂપિયાનું કેશબેક મળશે. આ કેશબેક માટે યૂઝર્સે HDFC બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવું પડશે. આ સિવાય કંપની યૂઝર્સને અપગ્રેડ બોનસ પણ આપી રહી છે. તેમાં યૂઝર્સને જૂનો ફોન એક્સચેન્જ કરવાના બદલે 3 હજાર રૂપિયાનો ફાયદો થશે.

આ ફોનમાં 120Hz ના રિફ્રેશ રેટની સાથે 6.5 ઇંચની ફુલ એચડી+Super AMOLED ઇનફિનિટી-o ડિસ્પ્લે આપવામાં આવી છે. 8જીબી સુધીની રેમ અને 128જીબીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનમાં પ્રોસેસર તરીકે સ્નેપડ્રેગન 778G ચિપસેટ લાગી છે. ફોટોગ્રાફી માટે કંપની આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપી રહી છે. તેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સની સાથે 12 મેગાપિક્સલનું સેકેન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આ ફોનમાં તમને 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે.

સેમસંગ ગેલેક્સી ફોનમાં 1TB સુધી માઇક્રો એસટી કાર્ડ સપોર્ટ કરનાર આ ફોનમાં 4500mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 25 વોટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં ક્નેક્ટિવિટી માટે 5જી સિવાય 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ/A-GPS, એનએફસી અને યૂએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.