વાંસદા: હાલમાં પણ જ્યારે કોરોના કહેર થમ્યું નથી તેવા સમયમાં ગતરોજ નવસારીના વાંસદા તાલુકા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રાની શરૂઆત બાંરતાડ ગામમાંથી લોકનેતા અનંત પટેલની આગેવાની કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ કોંગ્રેસ સમિતિની કોવિડ-19 ન્યાય યાત્રા ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલની વિરોધ પક્ષ ના નેતા ચંદુભાઈ જાદવ અને યુવક કોંગ્રેસના પ્રમુખ નિકુજભાઈ ગાંવિત અને વાંસદા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરભુભાઈ દેશમુખ પણ હાજર રહ્યા હતા.અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા હજાર રહ્યા.

અનંત પટેલ જણાવે છે કે આદિવાસી વિસ્તારમાં વિતેલા વર્ષો કોવિડ-19ના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારને આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે અને હાલમાં પણ આદિવાસી ગામોમાં જે કોવિડ-19 માટે જે સુવિધાનો અભાવ છે તેને દુર કરવામાં આવે એવી કોવિડ-19 ન્યાય યાત્રા દ્વારા અમારી માંગ છે.