પારડી: 29 ઓગસ્ટના રોજ સવારે 6:00 વાગ્યે પારડી વિધાનસભાના યુવા મોરચાના મંડળો દ્વારા રોફેલ કોલેજ – જીઆઇડીસી – વાપી ખાતે યુવા સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 થી વધુ ઉત્સાહી દોડવીરોએ સાડા ત્રણ કિલોમીટર ની દોડમાં ભાગ લીધો હતો.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આ કાર્યક્રમમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ચાલી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રતિબંધ ના સંદેશને લોકો સુધી સાયકલથી આખા દેશની યાત્રા કરીને ગામેગામ પહોંચાડી રહેલા શ્રી બ્રિજેશભાઈ શર્મા એ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું એને તેમના કાર્યને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઇ દેસાઇ, વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ, વાપી નોટિફાઇડ ના પ્રમુખ શ્રી હેમંતભાઇ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, સાઉથ ઝોનના મીડિયા ઇન્ચાર્જ શ્રી પારસભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા કારોબારી સભ્ય શ્રી મેહુલભાઈ પટેલ, વલસાડ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી ગીતાબેન પટેલ, વલસાડ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ અને શ્રી પ્રભાકરભાઈ યાદવ, વાપી શહેરના પૂર્વ પ્રમુખ શ્રી મિતેશભાઇ દેસાઈ, વાપી શહેર મહિલા મોરચાના પ્રમુખ ફાલ્ગુનીબેન અને પારડી વિધાનસભાના પાંચેય મંડળના યુવા મોરચા ના પ્રમુખો, મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.