વલસાડ: વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના કપરા કાળમાં જ્યારે લોકોના રોજગારી છીનવાઈ રહી છે ત્યારે ઘર બેઠા સ્વ રોજગાર રહે તે માટે આદિવાસી વિકાસ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લિમીટેડ તથા માણદેશી ફાઉન્ડેશન દ્વારા ૩૧ ઓગસ્ટ મંગળવારે ગ્રામ પંચાયત હોલ ફલધરા ખાતે તા. જિ વલસાડ ખાતે સ્વરોજગારલક્ષી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે

Decision Newsને મળેલી જાણકારી મુજબ આદિવાસી વિકાસ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લિમીટેડ તથા માણદેશી ફાઉન્ડેશન દ્વારા ૩૧ ઓગસ્ટ મંગળવારે ગ્રામ પંચાયત હોલ ફલધરા ખાતે તા. જિ વલસાડ ખાતે યોજાનારા સેમીનારમાં કૃષિમાં મશરૂમ ઉત્પાદન, મધમાખી પાલન, વર્મીકંપોસ્ટ બનાવવું, ગૃહ ઉદ્યોગ જેવા વ્યવસાયોમાં રોજગારી મળે તે બાબતે આ સેમિનારમાં જાણકારી આપવામાં આવશે આ સેમિનારમાં ભાગ લઇ સ્વરોજગાર ઈચ્છુક લોકો મહત્વની માહિતી મેળવી શકે છે.

આદિવાસી વિકાસ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લિમીટેડના ચેરપર્સન કમલેશભાઈ પટેલ Decision Newsને જણાવે છે કે આ સેમીનાર દ્વારા અમે લોકોમાં સ્વરોજગારની એક પહેલ કરવામાં માંગીએ છીએ આ સેમીનારમાં સ્વરોજગારની જાણકારી આપી અને આવનારા દિવસોમાં ફાઇનાન્સીયલ લીટર્સી પ્રોગ્રામ, બેસિક ફાઇનાન્સિઅલ લીટર્સી, ડીજીટલ  ફાઇનાન્સિયલ લીટર્સી, દેશી MBA પ્રોગ્રામ ફોર વુમન, લાઈવલીહૂડ વર્કશોપ્સ, બેઝિક ફેશન ડીઝાઈનીંગ, એડવાન્સ ફેશન ડીઝાઈનીંગ, બેઝીક બ્યુટી પાર્લર, એડવાન્સ બ્યુટી પાર્લર, એગ્રી- બિઝનેસ, બિઝનેસ ડેવલોપમેન્ટ વર્કશોપ, ઈન્ટરશીપ ડેવલોપમેન્ટ, મસાલા મેકિંગ, કેક મેકિંગ, આચાર, પાપડ મેકિંગ, કુકીસ કેન્ડલ મેકિંગ, ચાઇનીસ મેકિંગ, તોરણ મેંકીંગ, આઈસક્રીમ એન્ડ કુલ્ફી મેકિંગ, ડેરી પ્રોડક્ટ પ્રોસેસિંગ, યંગ ગર્લ્સ પ્રોગ્રામ, હેલ્થ, હાઈજીન એન્ડ લિગલ, સ્કીલ ટ્રેનીંગ વર્કશોપ, સ્પેશીયલ કોર્સ/એક્ટીવીટીસ, માર્કેટિંગ સ્ટોલ્સ, કોમ્પ્યુટર લીટર્સી, ક્રિયેટીંગ ઈન્ટરપ્રાઈસ, થ્રોઉઘ માસ્ક, મેનુફેક્ચરીંગ, અપ સાઈકલિંગ ઓફ ધ વેસ્ટ પ્રોડકસ, બાયો ફર્ટીલાઈઝર મેકિંગ, ફ્રોમ વેટ વેસ્ટ કમ્પોસ્ટિંગ, વેલ્યુ ચેન સપ્લાય મેનેજમેન્ટ આ ક્ષેત્રમાં તાલીમ પણ આપીશું જેથી લોકો ખુબ જ સરળતાથી સ્વરોજગારના વ્યવસાય સાથે સંકળાઈને ઘરબેઠા રોજગારી મેળવી શકશે.