કપરાડા: આજરોજ જન્માષ્ટમીના પાવન પર્વ પર વલસાડના કપરાડા તાલુકામાં દિને ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા યુવા સંકલ્પ યાત્રા આયોજીત નાનાપોંઢા થી વારોલી તલાટ ગામ સુધી 5 કિમી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર આ મેરેથોન દોડ NR રાઉત હાઈસ્કૂલ નાનાપોંઢા થી પ્રસ્થાન કરી વારોલી તલાટ ગામમાં પૂર્ણા હુતી કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં માજી ધારાસભ્ય માહદુભાઈ બી. રાઉત, લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઇ ચોધરી, ભાજપ સંગઠન પ્રમુખ, રમેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ ગરેલ, VHP કાર્યકર્તા ત્રિલોક યાદવ ભારતીય જનતા પાર્ટીનાના તમામ કાર્યકર્તા તેમજ ભારતીય જનતા યુવા મોરચાના પૂરી ટીમે આ કાર્યક્રમનો હાજર રહી હતી.

વલસાડના યુવા ભાજપ યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ Decision Newsને જણાવે છે કે અમે આદિવાસી વિસ્તારના પ્રતિભા સંપન્ન યુવાનોને રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા હંમેશા પ્રોત્સાહિત કરતાં હોઈએ છીએ અને આવી ઇવેન્ટ દ્વારા જ અલગ અલગ રમતોનું આયોજન કરીએ ત્યારે જ યુવા તેલેન્તની ખરી ઓળખ થાય છે. અમારું લક્ષ્ય છે કે આદિવાસી યુવાનો વધારેમાં વધારે પ્રમાણમાં રમતગમતમાં ભાગ લે અને આ જ ક્ષેત્રમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને પરીવારની સાથે સમાજ અને દેશનું નામ રોશન કરે.