દક્ષિણ ગુજરાત: આજનો માનવી પોતાની માનવતા નેવે મૂકીને અને માત્ર નફા તરફ નજર ટાંકીને બેઠો હોય છે ક્યારે નફો મેળવાના ચક્કરમાં ક્યારે અન્યના જીવને પણ જોખમમાં મુકવા અચકાતો નથી. એવા ઘણા કિસ્સોઓ આપની સમક્ષ આવતાં હોય છે આવો જ એક કિસ્સો માંડવીના કરંજ GIDC માંથી LCB પોલીસે ભેળસેળ યુક્ત દૂધ બનાવતા કારખાનામાં રેડ પાડતાં પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરતના માંડવી તાલુકામાં કરંજ GIDC માંથી LCB પોલીસે ભેળસેળ યુક્ત દૂધ બનાવતા કારખાનામાં  કારખાનું ઝડપાયું. માંડવીના કરંજ GIDC માંથી સહેલી ગલીના પ્લોટ નંબર-૬ માં રૂપા ટેક્સટોરીયમ નામની કંપનીમાં આ કાળા કામને અંજામ આપવામાં આવતો હતો. LCB પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેડમાં મહારાષ્ટ્રના પાલઘર પર્સિંગનું દૂધનું ટેન્કર મળી આવ્યું. ફેકટરીમાંથી પામોલીન તેલના ડબ્બાઓ, કેમિકલ તેમજ દૂધ પ્રોસેસ કરવાની મશીનરી મળી આવી હતી. દુધમાંથી મલાઈ કાઢી તેમાં પામોલિન તેલ તેમજ સ્ટાર્ચનું મિશ્રણ કરી દૂધની પ્રોસેસ કરતી હતી. છેલ્લા ૨ વર્ષથી ભેળસેળ યુક્ત દૂધ બનાવવાનો વેપલો ચાલી રહ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૯,૫૦૦ લીટર ભેળસેળ યુક્ત દુધના જથ્થાનો નાશ કર્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દુધના સેમ્પલો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.