ખેરગામ: ગતરોજ તાલુકાના જામનપાડા ગામે આવેલી ખેતીની જમીન બાબતે કેટલાક ઈસમોએ એક યુવાનને જાતિ વિષયક શબ્દો બોલી ધાકધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગેની ફરિયાદ ખેરગામ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

Decision Newsને બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ તાલુકાના જામનપાડા ગામના ગવળા ફળિયા ખાતે રહેતા ભરતભાઈ ગમનભાઈ રણછોડભાઈ ઢોડિયા પટેલ (ઉં.વ. 53) ના પરિવારને ઘણાં લાંબા સમયથી જામનપાડા ખાતે આવેલ ખેતીની જમીન બાબતે વિવાદ ચાલતો હોય તે દરમ્યાન ભરતભાઈ ના પુત્ર ભુપેન્દ્રભાઈ પટેલ જે બે દિવસ પહેલા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન રમણ નાનકા આહીર, નીતિન રમણ આહીર, ભાવેશ રમણ આહીર તમામ રહે આછવણી મંદિર ફળીયા તેમજ નીતિન આહીર, કાંતિલાલ આહીર, ભરતભાઈ આહીર તેમજ વિપુલભાઈ આહીર જેવોના પૂરાનામ ઠામની ખબર નથી. જેવો એક સંપ થઈ ફરિયાદી ભરતભાઈના પુત્ર ભુપેન્દ્રભાઈ ને રસ્તે જતાં તેને ઊભો રાખી ફરિયાદી તેમજ તેમના પુત્ર સાથે ઝગડો કરી જાહેરમાં જાતિ વિષયક શબ્દો બોલી અપનાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સદર ઘટના બાબતે ભરતભાઈ પટેલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

આ જાતિ વિષય બનાવની વધુ તપાસ હાલમાં નવસારી જિલ્લા એસસીએસટી સેલના ડી.વાય.એસપી આર.ડી.ફળદુ દ્વારા હાથ ધરવામાં આવી છે.