વાંસદા: શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય છે નેલ્સન મંડેલાના આ સુવાક્યને ચરિતાર્થ કરવા અને આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત વધુ જવલંત બનાવી આવનાર યુવા પેઢી સમાજમાં શિક્ષણના માધ્યમથી પરિવર્તન લાવે એવા ઉદ્દેશ સાથે પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંચનાલય અને પ્રશિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી પરિવર્તનની દિશામાં પગલું ભરવા, આદિવાસી યુવાનોમાં સ્વ શિક્ષણ પેદા કરવા, આ હરીફાઈ વાળા યુગમાં આદિવાસી યુવાન વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક વલણ વિકસાવવા જ્ઞાન મળી રહે, દુનિયામાં રોજેરોજ બનતી નવી-નવી ઘટનાઓથી આદિવાસી યુવાનોને માહિતગાર કરવા અને આદિવાસી સમાજને માહિતીપ્રદ સમાજ બનાવવાનો પ્રયાસ વાંસદાના પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડા વાંચનાલય અને પ્રશિક્ષણનો પ્રારંભ વાંદરવેલા ગામમાં કરવામાં આવ્યો છે.
વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરુ થયેલું મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડા વાંચનાલય અને પ્રશિક્ષણ કેન્દ્ર સવારે ૦૮-૦૦ થી સાંજે ૦૬-૦૦ વાગ્યા સુધી ચાલુ રહશે અને એમાં દક્ષિણ ગુજરાતમાં લોકઘડતરની સાથે રોજની માહિતી આપતા સમાચારપત્રો, સ્પર્ધાત્મક તૈયારી માટેના પુસ્તકો અને સ્વ શિક્ષણમાં પ્રેરણા પૂરી પાડતાં પુસ્તકો બાળ સાહિત્ય વગેરે સાહિત્ય રાખવામાં આવશે.જેથી તમામ આદિવાસી યુવાનો,બાળકો અને વડીલોમાં પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ અને આદિવાસી સમાજમાં પરિવર્તનની આશા ધુંધળી બનતી રોકી શકાય.

