હાલ રાજ્યમાં કોરોનાની લહેર શાંત થઇ છે અને લોકો રસી પ્રત્યે જાગૃત થતા દેખાય રહ્યા છે. ત્યારે આજે વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો.

તેમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આજ રોજ ઝંખવાવની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે સહપરિવાર કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો. કોરોના સામે રક્ષણ માટે ભારત સરકારે રસીકરણની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રાખી છે ત્યારે ઘણાં નાગરિકો રસી લઈને પોતાની ફરજ બજાવી રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરીને સંયુક્તપણે કોરોના સામે બને તેટલું રક્ષણ મેળવી ભયમુક્ત થવાનાં પગલાં શરૂ છે. આપ સૌને પણ જો રસીકરણ બાકી હોય તો સમયસર લેવા માટે અનુરોધ કરું છું. તેવો સંદેશ આપ્યો હતો.