ઉમરગામ: ગુજરાતમાં આવનારી ૨૦૨૨ની વિધાનસભાની માટે ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા પોતાના સંગઠન ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ગતરોજ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતે BTTS/BTP ના આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી પોતાના હરીફોને હંફાવા અને વિજયી માર્ગ તૈયાર કરવા માટે સંગઠનને મજબુત કરવા સ્થાનિક જિલ્લાઓ અને તાલુકામાં અને ગ્રામ્યકક્ષાએ પણ BTTS સંગઠનના હોદ્દેદારોની નિમણુક કરવાની જદ્દોજહત શરુ કરી દીધી છે જેથી પરિણામને પોતાના પક્ષમાં લઇ શકાય.
ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના મહામંત્રી ગુજરાતના પંકજ પટેલએ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે અમારીસન BTP પાર્ટી અને BTTS સંગઠન મજબુત બનશે તો અમે પ્રજાના મુદ્દા ધારદાર રીતે રજુવાત કરી શકીશું અને આદિવાસી વિસ્તારની અને આદિવાસી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવીશું અમે પ્રયાસ કરી રહ્યા છે કે આ વખતે અમે હરીફોને ધોળા દિવસે તારા દેખાડવાના મુડમાં છીએ.











