પારડી: હવે જ્યારે થોડા સમયમાં ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી આવી આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી શહેર ભાજપના માજી મહામંત્રીનું કહેવું કે ભાજપમાં સંનિષ્ઠ કાર્યકરોની કોઇ જરૂરિયાત નથી. માત્ર પૈસાદાર અને હાજી જી કહેવાળાનું વર્ચસ્વ અને પક્ષ વિરોધી કામગીરી કરનારાઓને મહત્વ અપાતું નથી કહી રાજીનામું આપતા જ વલસાડના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી શહેર ભાજપ માજી મહામંત્રી વિજય રતનચંદ શાહે જિલ્લા ભાજપ સંગઠનને લેખિતમાં આપ્યું છે કે હું 1972થી રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ(આરએસએસ)માં શીશુકાળથી સદસ્ય રહ્યું છે ભાજપ પાર્ટીંમાં 1992થી એક સંનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરું છું પણ આજે ભાજપમાં સંનિષ્ઠ કાર્યકરોની કોઇ જરૂરિયાત નથી. માત્ર પૈસાદાર અને હાજી જી કહેવાવાળાનું વર્ચસ્વ અને પક્ષ વિરોધી કામગીરી કરનારાઓને મહત્વ અપાઈ છે એવા ગંભીર આક્ષેપો લગાવ્યા.

તેમણે રાજીનામું આપતા જણાવ્યું કે આપણા વડાપ્રધાન મોદીની છબિ બગડે તેવું જોઇ શકું તેમ ન હોવાથી રાજીનામુ આપી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હાલમાં વિજય શાહના રાજીનામાથી રાજકીય માહોલમાં ગરમાયો છે અને તેઓ કદાચ આમ આદમી પાર્ટીમાં જોડાશેની લોકવાયકા પંથક જોવા મળે છે.