કપરાડા: વર્તમાન સમયમાં ખેડૂતને પોતાના પાકનો નફો તો દુરની વાત પણ સરખો ભાવ પણ મેળવી શકતો નથી આ કારણે ક્યારેક નિરાશ થઇ પોતાના વેદના સહન કરી શકતો નથી જેના ઉદાહરણ સ્વરૂપે આજે એક ઘટના કપરાડા તાલુકામાં કુંભઘાટ પાસે મુખ્ય માર્ગમાં બનવા પામી હતી.

Decision News મહારાષ્ટ્રના ખેડૂત કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે વેચાણ પેટે આવ્યા હતા પરંતુ ટામેટાના ભાવ ના મળતા તેઓ પરત નાસિક તરફ જઈ રહ્યા હતા પરંતુ તેમને રસ્તામાં કુંભઘાટ પાસે રસ્તાની બાજુમાં ટામેટા જંગલમાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી પસાર થતાં સ્થાનિક એવા રાજેશભાઈ રાઉતે તેમને ટામેટા પીકપ માંથી ટામેટા ઠલવાતા હતા.

Decision News ખેડૂત સાથે વાતચીત કરતાં કરતાં તેમણે જણાવ્યું કે નાનાપોંઢા ખાતે તેઓ ટામેટા વેચવા માટે ગયા હતા પરંતુ ભાવ ન મળતા ભરત નાસિક તરફ જવાના બદલે તેઓ રસ્તાની બાજુમાં ઠાલવી રહ્યા હતા. તેમની વેદના તો સાચી હતી પણ ટામેટા રસ્તામાં કોઈ ગામલોકોને આપી દેવા જોઈએ.