સુરત: આજે સુરતની શાન ગણાતા અને ગુજરાતના ગૌરવ સમા જય જય ગરવી ગુજરાત ગીતના નર્મદ રચયિતા તથા મહાન સાહિત્યકાર અને પત્રકાર વીર કવિ નર્મદની જયંતી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતીઓ ઉજવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે તેમનું આખું નામ નર્મદ લાભશંકર દવે હતું. તેમનો જન્મ સુરતમાં  24 ઑગસ્ટ  1833 ના રોજ થયો હતો. તેઓ કવિ નિબંધકાર આત્મ કથાકાર નાટ્ય સંવાદલેખક કોશ-કાર પત્રકાર અને સંશોધક હતા. તેમણે 1864માં ‘ ડાંડિયો ‘ પાક્ષિક શરૂ કર્યું હતું. તેઓ આર્યત્વના ઉપાસક અને ઉપદેશક હતા. તેમણે શિક્ષણની નોકરી છોડી ઘરે આવી કલમની સામું જોઈ કહેલું ‘ હવે હું તારે ખોળે છઉં’. આમ દક્ષિણ ગુજરાત સ્પષ્ટ વક્તા અને આઝાદી સમયના નીડર પત્રકાર તે સમયના દક્ષિણ ગુજરાતના પત્રકારત્વની શાન ગણાતા હતા.

આજરોજ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીની કોલેજોમાં વિદ્યાર્થીઓ અને પ્રાફેસરો દ્વારા તેમની સાહિત્ય અને પત્રકારત્વમાં કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિ યાદ કરી તેમની પ્રતિમા ઉપર ફુલહાર ચઢાવી તેમને સન્માન કાર્યક્રમ યોજાયો હતો