વાંસદા: ગતરોજ વાંસદા ખાનપુર ગામમાં રાત્રે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ હાઈવે નંબર 56ની બાજુમાં આવેલા ઝાડ સાથે GJ-21-CA 4017 નંબરની ફોર વ્હીકલ અથડાઈ હતી જેમાં કારમાં રહેલા એરબેગના કારણે ચાલક અને તેના સાથી મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ મોટાભાગે આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અકસ્માતોની સંખ્યા નોંધાય રહી છે ત્યારે વાંસદા ખાનપુર ગામમાં રાત્રે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ હાઈવે નંબર 56ની બાજુમાં આવેલા ઝાડ સાથે GJ-21-CA 4017 નંબરની ફોર વ્હીકલ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં જેમાં કારમાં રહેલા એરબેગના કારણે ચાલક અને તેના સાથી મિત્ર બચી ગયા હતા સ્થાનિક સુત્રના જણાવ્યા અનુસાર આ કાર ચાલકો વાંસદાના બારતાડ ગામના જાગેરી ફળિયાના રહેવાસી હતા. ફોર વ્હીકલના આગલા ભાગમાં મોટું નુકશાન થવા પામ્યું હતું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે સ્થાનિક સુત્રના જણાવ્યા અનુસાર આ કાર ચાલકો વાંસદાના બારતાડ ગામના જાગેરી ફળિયાના રહેવાસી હતા. આ ગંભીર અકસ્માતમાં ચાલક અને સાથીમિત્રના તો બચી ગયા હતા પણ ફોર વ્હીકલના આગલા ભાગમાં મોટું નુકશાન થવા પામ્યું હતું.