ચીખલી: ચીખલી તાલુકા ડીજે એસોસિયેશન દ્વારા આજરોજ બગલાદેવ મંદિરથી લઈને ચીખલી ડેપો સુધી રેલી યોજવામાં આવી હતી. જ્યાં રેલી સમાપન કરીને ડીજેના સંચાલકો દ્વારા ચીખલી મામલતદારને આવદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી મુજબ ચીખલી તાલુકામાં ડીજે સંચાલકો જ્યાર થી કોરોના મહામારી આવી ત્યાંથી લઈને અત્યાર સુધી લગભગ દોઢ વર્ષનો સમયગાળો થઇ ગયો છે જેના લીધે તેમના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. ત્યારે સરકાર સામે તેઓને ડીજે પરમિશન લગ્ન પ્રસંગે તેમજ તહેવારો આવી રહ્યા છે. તેના સંદર્ભમાં તેઓએ ડીજે ચલાવવાની પરમિશન આપે તેવી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે.

ડીજે એસોસિયેશનના એક સભ્યનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષ ઉપરથી તેમના ધંધા રોજગાર બંધ થઈ જતાં તેઓને પોતાના પરિવાર માટે ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આજરોજ ચીખલી તાલુકાના ડીજે એસોસિએશન દ્વારા ગણપતિ પ્રતિમાને સાથે રાખી રેલી યોજીને મામતદારને આવેદપત્ર પાઠવ્યું હતું. આવનાર સમયમાં જો અમારી માંગ ન સંતોષવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે.