ગુજરાતમાં રેલવે લાઈન પર 5000 જેટલી ઝૂંપડપટ્ટીઓ તોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યા બાદ અહીં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, રેલ્વે અને ગુજરાત સરકારને નોટિસ પણ આપી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે. કોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સરકાર આજની રાત સુધીમાં ઝૂંપડપટ્ટી તોડવાની તૈયારી કરી રહી છે.
એડવોકેટ કૉલિન ગોંજાલ્વિસે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની બેંચને જણાવ્યું હતું કે, હાઇકોર્ટે 2016માં લગાવેલ સ્ટે હટાવી લીધો છે. જે બાદ હવે સરકારે આ ઝૂંપડપટ્ટીઓને તોડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં તોડફોડ રોકવા માંગ કરી હતી.
આપને જણાવી દઈએ કે, ગુજરાતના સુરત શહેરના જલગાવ રેલ્વે લાઇન પર 10 કિલોમીટરના દાયરામાં વસેલી આ ઝુંપડપટ્ટીને હટાવવાની કાર્યવાહી પ્રસ્તાવિત છે. ઝુંપડપટ્ટીના લોકો આ મામલે સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે અને તેણે આરોપ લગાવ્યો છે કે રેલવે તેને કોઇપણ નોટિસ અને પુનર્વસન વગર દૂર કરવા માંગે છે.

            
		








