નવસારી: મેઘરાજા ધીમે ધીમે વિદાય લઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે વરસાદી વાતાવરણની સાથે વાંસદાના સમગ્ર પંથકમાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો પણ આજરોજ વાંસદામાં વરસાદી વિરામ બાદ લોકજન હાશકારોનો અનુભવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે વાંસદા વિસ્તારના ગામડાઓમાં વહેતી નદીઓ નાળાઓના પાણી હવે ધીમે ધીમે ઓસરી જતા વાંસદા તાલુકાના લોકજન હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા ચારેક દિવસથી નવસારીના વાંસદા તાલુકાના ગામડાઓમાં વરસાદી રમઝટે ખૈવયા કરતા સર્વત્ર પાણી પાણીનાં નીર ફરી વળ્યા હતા. વાંસદામાં વરસાદી માહોલનાં પગલે ચારેય નદીઓ ગાંડીતૂર બની હતી. ગઈકાલથી વાંસદાના વિસ્તારમાં વહેતી નદીઓમાં પાણી ઓસરી જતા લોકજનનું જીવન થાળે પડયુ હતુ.

વાંસદાની વિસ્તારની વાત કરવામાં આવે તો ગઈકાલે વરસાદી વાતાવરણની સાથે ઝરમરીયો વરસાદ પડતા સમગ્ર પંથક ઠંડકતાની શીત લહેર તો જોવા મળી જ હતી પણ આજે તો સુરજદાદા એ દર્શન આપ્યા છે અને સવારથી વરસાદી માહોલ ગાયબ થયો છે.