ડાંગ: આપણે ત્યાં હિંદુ સમાજના અને ભારતીય સંસ્કૃતિના ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષા બંધન પર્વ અને આ પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર તહેવારની સમાજના પ્રહેરી ગણાતા ડાંગના પત્રકારોએ અનોખી રીતે ઉજવણી કરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગના પત્રકારો દ્વારા ગઈકાલના ભાઈ-બહેનના પવિત્ર અને પાવન પ્રેમના પર્વની ઉજવણી વૃક્ષ પૂજન કરી તેને રાખડી બાંધીને કરી હતી. એવું માનવામાં આવે છે કે બહેનની રક્ષા કાજે ભાઈ બહેનને રક્ષાબંધન ના ધાગે બંધાય છે અને ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન પણ આપતો હોય છે અને આ રક્ષાની વાતો વર્ષોથી આપણા સમાજમાં પ્રચલિત છે.

પરંતુ સમાજના પ્રહરી ગણાતા પત્રકારો એટલે ખાસ કરીને ડાંગના પત્રકારોએ આ વખતે ભાઈ-બહેનના આ તહેવારની કઈક અલગ રીતે ઉજવણી કરવાનું મન બનાવ્યું હતું તેમનું કહેવું છે કે ડાંગ તો પ્રકૃતિના ખોળે જાણે સ્વર્ગ અવતર્યું હોય એમ ડાંગ જિલ્લાની શોભા વૃક્ષોથી જ છે હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યા છતાં સરકાર ડાંગની શોભા સમાન જંગલોના વિનાશ કરી રહી છે ત્યાં ડાંગના નાગરિકો દ્વારા જ જંગલોમાં થતા વૃક્ષોનો વિનાશ માટે સજાગ બનવાની જરૂર છે માટે રક્ષા બંધનના શુભ દીને ડાંગના વૃક્ષોનું જતન અને એને કાપતા અટકાવવા વૃક્ષોનું પૂજન કરી રાખડી બાંધી જંગલ બચાવો અભિયાનની શરૂવાત અને એની વૃક્ષરક્ષાનું પ્રણ કરીએ છીએ