વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પિપલખેડ ગામમાં બનેલ ઘટનામાં ભોગ બનનાર આદિવાસી દિકરીના ઘરે ગતરોજ BTTS સંગઠનના આગેવાનો દ્વારા જઈ મુલાકાત કરવામાં આવી હતી ભોગ બનનાર આદિવાસી દીકરી અને એમના પરિવારને ન્યાય અપાવવા એમની સાથે એમની પડખે ઊભા રહેવાની ખાત્રી આપી હતી.

DECISION NEWS મેળેલી જાણકારી પ્રમાણે આદિવાસી દીકરીની મુલાકાત લઇ આખી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી BTTS સંગઠનના ભાઈઓ પોતાની બહેનને ન્યાય મળે એ માટે સીધા વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI વસાવા સાહેબને મળીને આ બાબતની રજૂઆત કરી હતી.અને ઝડપથી સમાજની પીડિત દીકરીને ન્યાય મળે એ માટેના પગલાં લેવાની અપીલ કરી હતી જો ન્યાયન મળે તો આવનારા સમયમાં અણધાર્યા પરિણામો આવશે તો જવાબદાર પોલીસ પ્રશાસનની રહશે એવી ચીમકી ઉચ્ચારી છે.

ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના મહામંત્રી ગુજરાતના પંકજ પટેલ DECISION NEWS સાથે વાત કરતાં જણાવ્યું કે આ રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે એક BTTS ભાઈઓ આ પીડિત બહેનને એ વચન આપે છે કે શોષણ કરનાર કોઈપણ વ્યક્તિ હોય તેને BTTS સંગઠનના ભાઈઓ આ તારા ભાઈઓ છોડશે નહિ અને સમાજની બહેનને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે પોતાનું સર્વસ્વ હોમવા તૈયાર છે.