નવસારી: ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો અનેક તહેવારો અને ઉત્સવોની લોકો ઉજવણી કરતાં હોય છે તેમાં પણ ખાસ કરીને ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમનો તહેવાર રક્ષાબંધનનો છે આ તહેવારનો મહિમા અને નિર્મળ પ્રેમને ધ્યાનમાં લઇ પવિત્ર રક્ષા બંધન નિમિતે નવસારી વિજલપોર પાલિકા એ બહેનોને કાલ માટે બસમાં ફ્રી સફરની અનોખી આપી ભેટ આપી છે.
DECISION NEWSને મળેલી જાણકારી મુજબ આજરોજ ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમ અને પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે નવસારી વિજલપોર સીટી બસ સેવામાં તમામ બહેનોને પ્રવાસીઓને વિના મૂલ્યે (ફ્રી) સફર કરવાની અનોખી ભેટ આપવામાં આવી છે આજે ભાઇઓથી દુર રહેતી બહેનો ભાઈને મળવા અને પોતાના રખડીરુપી પ્રેમનું બંધનના તાંતણે બાંધવા જશે ત્યારે નવસારી વિજલપોર સીટી બસ ફ્રી સેવાની આ ભેટ ખરેખર અનોખી અને પ્રેમનું પ્રતિક છે.
રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર આવા નવસારી વિજલપોર સીટી બસ આ પ્રકારની સેવાથી સ્થાનિક બહેનોમાં ખુશી જોવા મળી હતી આજના દિવસે આ બસ પ્રશાસન દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયની સ્થાનિક બહેનો પ્રસંશા કરી રહી છે.

