નવસારી: ગતરોજ નવસારીમાં 12953 નંબરની મુંબઈ થી નિઝામુદિંન જતી અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે પાંચ ગાયો આવી જતા પેસેન્જરોના શ્વાસ અધ્ધર થયા હતા સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા ટળી હતી પણ અકસ્માતમાં ૫ ગાયના ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયા હતા.

DECISION NEWSને મળેલી જાણકારી પ્રમાણે નવસારીમાં 12953 મુંબઈથી નિઝામુદિંન જતી અગસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે પાંચ ગાયો આવી જતા તમામ ગાયોના મૃત્યુ થયા હતા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના શ્વાસ અધ્ધર થયા હતા જોકે સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતની ઘટના બાદ 20 મિનિટ બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી.

નવસારીના રેલવેના સ્ટાફ દ્વારા ગાયોના મૃતદેહને ખસેડી તાત્કાલિક ડાઉન ટ્રેકને ક્લીન કર્યો હતો અને હાઈ પ્રોફાઈલ ટ્રેન ઓગસ્ટ ક્રાંતિ રાજધાનીને 20 મિનિટ થોભાવી ટ્રેનમાં કોઈ ટેક્નિકલ ખામી ન દેખાતા રવાના કરાઈ હતી. આ સમગ્ર ઘટના વિષેની પુષ્ટિ નવસારી સ્ટેશન માસ્ટર દ્વારા કરવામાં આવી હતી