નર્મદા: ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી યુવાનોના નાની નાની બાબતોમાં આત્મહત્યા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગતરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામની સીમમાથી યુવકની ફાંસી ખાયેલી હાલતમાં લાસ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચા વંટોળ ફરી વળ્યું છે

DECISION NEWSને મળતી માહિતી પ્રમાણે ગતરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામની સીમમાથી યુવકનું નામ કમલેશભાઈ ભીલ છે જે અગર ગામના વતની ભીલ મુકેશભાઈ મનજીભાઈ ના જમાઈ છે. આ યુવાન મૂળ વાતની ઉંચાદ ગામનો છે હાલ વડોદરા દશરથપુરા રહેતો હતો.આ ગળેફાંસો ખાધાની ઘટનાની જાણ આજુબાજુના વિસ્તારમાં ફેલાતા આજુબાજુ ના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડયા હતાં.

આ સમગ્ર ઘટનાની જાણ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હત્યા છે કે આત્મહત્યા તે સ્થાનિક પોલીસે આ મુદ્દે તપાસ આદરી દીધી છે આવનારા સમયમાં સત્ય બહાર આવશે એવું લોકો જણાવી રહ્યા છે.