કપરાડા: વર્તમાન સમયમાં કોરોના સંક્રમણનું આક્રમણ છેક છેવાડા ના ગામડાઓ સુધી પ્રસરી રહ્યો છે ત્યારે મારું ગામ સંપૂર્ણ કોરોના મુક્ત બને એ માટે ‘મારુ ફળીયુ કોરોના મુક્ત ફળીયુ’ સંકલ્પ સાથે ભાજપ યુવા મોર્ચા યુવાનો દ્વારા વેક્સીનેશન કાર્યક્રમ યોજાયો હતો.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે તાલુકાના મનાલા ગામના આલ્ય ફળીયાના વડીલો,યુવાનો યુવક. યુવતીઓ કોરોના સામે લડત આપવા માટે આલ્ય ફળીયાના આમ જનતા એ સંકલ્પ સાથે મારું ફળિયું કોરોના મુક્ત બને એ સંકલ્પ સાથે આજે આલ્ય ફળિયાના હરેક જનતાએ કોરોના વેક્સિન મૂકી કોરોના લડત લડવાનો સંકલ્પ કર્યો હતો.
મનાલા ગામના આલ્ય ફળીયાના લોકોને કહેવું છે કે હરેક નાગરિકો એ વેક્સિન લેવા જોઈએ કોરોના મુકત ફળ્યું બને આ કેમ્પમાં મનાલા PHCના MPHW અજયભાઈ પટેલ ,FHW રોશનીબેન ડિ પટેલ તેમજ ગામની આશા બહેનો, દ્વારા સફળ બનાવ્યો હતો