ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં આવેલા માવલી માતા ધોધ  મુલાકાત દરમિયાનની પ્રકૃતિ ટીમ સેલવાસ, બિલપુડી પ્રગતિ મહિલા મંડળ અને બિલપુડી ગ્રામ્ય વિકાસ ગ્રૂપના કેટલાંક સભ્યો એ મળીને ત્યાં સફાઈનું તેમજ વૃક્ષારોપણનું કાર્ય કર્યું હતું.

DECISION NEWS સાથે વાત કરતાં પ્રકૃતિ ટીમના સભ્ય વનિતાબેન જણાવે છે કે ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં આવેલા માવલી માતા ધોધ મુલાકાત દરમિયાનની અમને ત્યાં જતાં જ ઠેર ઠેર ગંદકી જોવા મળી. ફૂડ પેકેટના રેપર્સ, પ્લાસ્ટિકની બોટલ,દારૂની બોટલ,નાસ્તો અને ડિશ વગેરે ઘણો જ કચરો જોવા મળ્યો. આથી અમે પ્રકૃતિ ટીમ અને બિલપુડીની ટીમ સાથે મળીને સફાઈ અભિયાન ચલાવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું કે અમે આગળ ધોધ પાસે પહોંચ્યા તો માવલી માતાના પવિત્ર સ્થાન આગળ પણ ચારેકોર પ્લાસ્ટિક વેસ્ટની ગંદકી, નાસ્તો અને એંઠવાડ અને ડિશ,પાણીની બોટલો,દારૂની બોટલો,ફૂડ પેકેટ ના રેપર્સ અને બીજી ખાવાની વસ્તુ પણ ખાઈને ત્યાજ નાખેલી જોવા મળી. એટલું જ નહિ ત્યાં નાના છોકરાઓના ગંદા ડાઇપર પણ પવિત્ર સ્થાન આગળ જ નાખવામાં આવેલા જોવા મળ્યા. આતો હદ થઇ ગઇ. ભણેલા ગણેલા મંદ બુદ્ધિના લોકો બેશરમીની હદ પાર કરી રહ્યા હોય એમ લાગે છે. આજના સમયે પ્રકૃતિનું સંરક્ષણ કરનારા લોકો કરતાં કુદરતને નુકશાન પહોંચાડનારા લોકો વધુ જોવા મળે છે. અને આ ફરવા વાળા મોટે ભાગે ગંદકી કરતાં જ જોવા મળે છે. પ્રકૃતિને ગંદા કરતાં વ્યક્તિઓ છે તો માનવ પણ એમાં કોઈ માનવતા નથી એમ કહેવામાં ખોટું નથી. આજની જનરેશન આ બાબતે આગળ આવવું જોઈએ.