પંચમહાલ: શહેરાના ગ્રામીણ વિસ્તારમા ખેડૂતો શહેરામાં આવેલા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતરની ખરીદી કરવા ઉમટ્યા હતા.જેમા સવારથી ખાતરની ખરીદી કરવા માટે ખેડૂતોની લાઇનો જોવા મળી હતી.હાલમા વરસાદે વિરામ લેતા ખેડૂતો ખાતરની ખરીદી કરીને ખેતીની કામગીરીમાં જોતરવા વ્યસ્ત બન્યા છે.
DECISION NEWSને મળેલી વિગતો મુજબ પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે ખરીદ વેચાણ સંઘ આવેલુ છે. જ્યા ખાતર સહિતની ખેતીમાં ઉપયોગમાં થતી વસ્તુઓનુ વેચાણ થાય છે. હાલમા તાલુકામાં વરસાદે વિરામ લીધો છે.ત્યારે ખેતરમા ખાતર નાખવાની કામગીરી થઈ રહી છે. હાલમા ખેડૂતોએ ખેતરમાં ડાંગર,મકાઈ સહિતના પાકોનૂ વાવેતર કર્યુ છે. બજારમા ખાતરમાં અછત પાછલા ઘણા સમયથી જોવા મળતી હતી.ત્યારે ખરીદ વેચાણ સંઘમાં ખાતરનો જથ્થો આવતા ખેડૂતો મોટી સંખ્યામા ખાતરની ખરીદી કરવા ઉમટી પડયા હતા.
વહેલી સવારથી ખેડૂતો ખાતર આવ્યાની જાણથી સંઘ ખાતી આવી ગયા હતા. સંઘ દ્વારા પણા ખેડુતોને સરળતાથી ખાતર મળી રહે તે રીતે વિતરણ કરવામાં આવ્યુ હતુ.સામાન્ય રીતે હવે ખેડુતો દ્વારા છાણીયુ ખાતર કરતા યૂરિયા જેવા ખાતરોનો ઉપયોગ વધ્યો છે.

