રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બીલને તાજેતરમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજુરી બાદ હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળી ગયો છે.
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે ઓબીસી સમુદાયને લગતી યાદી તૈયાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્રને છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકારે હવે બંધારણ સુધારા બિલ લાવીને તેને કાનૂની સ્વરૂપ આપ્યું હતું.
સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારા અને રાષ્ટ્રપતિની મહોર બાદ, રાજ્યોને તેમની જરૂરિયાતો અનુસાર OBC કેટેગરીમાંની જાતિઓને સૂચિત કરવાની સત્તા મળશે.

