ધરમપુર: રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે ત્યારે વલસાડના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પણ આજરોજ ૧૫૦+ ડોઝ વેક્સિનનેશન સ્થાનિક લોકો દ્વારા કરાવ્યાનું હોવાનું જાણવા મળ્યું છે.
Decision Newsને મળતી વિગતો પ્રમાણે જેમાં ગામના અગ્રણી શ્રી બાબરભાઈ ભોયા, બાબુભાઈ ગાંવિત તથા યુવા સામાજિક કાર્યકરતા તરૂણ ભાઈ ગાંવિત, વિજયભાઈ પાડવી, હરેશભાઈ ગાંવિત દ્વારા રજૂઆત થકી આરોગ્ય લક્ષી જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગામમાં ૫ દિવસ મળી ટોટલ ૧૦૦૦+ વેક્સિનનેશન થયાનું જાણકારી પ્રાપ્ત બની છે.
વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવામાં ગામના અગ્રણી ગામવાસી, આરોગ્ય કર્મચારીઓ ભાજપા યુવા મોરચાના કોષાધ્યક્ષ ગાંવિત કિર્તીકુમાર અને યુવાનો દ્વારા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે અને અને આવનારા સમયમાં કોરોના જેવા ભયાનક રોગો સમક્ષ લોકોને લડત આપવા માટે તૈયાર કર્યાં છે.

