સિનેવર્લ્ડ: વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ ના નિર્દેશક હંસલ મહેતાએ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં શરૂ કરી દીધું છે. હા, ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં આપણે પ્રતિક ગાંધીને (Pratik Gandhi) ફરી એકવાર તેમની સાથે જોવા જઈ રહ્યા છીએ.
જાણવા મળી રહ્યું છે કે આ વખતે હંસલ પોતાની નવી ફિલ્મ ‘દેઢ બીઘા ઝમીન’ (Dedh Bigha Zameen) નું શૂટિંગ ઝાંસીમાં કરવા જઈ રહ્યા છે, આ ફિલ્મની જાહેરાત બાદ પ્રતિક ગાંધીના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ગુજરાતી ફેન્સમાં ખુશી જોવા મળી રહી છે. ઘણા ગુજરાતી ફિલ્મો થાકી પ્રતિક હવે લોકોના દિલમાં રાજ કરે છે.
આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે આ ફિલ્મમાં સામાન્ય માણસના અધિકારો માટેની લડાઈની વાર્તા જોવા મળશે એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. પુલકિત આ ફિલ્મનું નિર્દેશન કરશે.
આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં પ્રતીક સાથે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમાર દેખાશે. ખુશાલી કુમાર પોતાના નવા પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે.

