રક્ષામંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ ઇન્ડીયા સ્ટાર્ટપ ચેલેન્જ ડીસ્ક 5.0 નો આરંભ કરશે. પ્રથમ ચાર ચરણોની તુલનામાં ફાય-પોઇન્ટ ઓમાં ઘણા પડકારો હશે.

રક્ષાપ્રોદ્યોગીકી ઉપકરણ ડીઝાઇન અને ઉપકરણ ક્ષમતા વિકસીત કરવામાં સ્ટાર્ટ-અપ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની દિશામાં આ એક મોટુ પગલું હશે. સ્ટાર્ટ-અપની નવી ધારણાઓ પ્રત્યે વધુ સતર્ક બનાવવા અને નવા ઉદ્યમીઓમાં રચનાત્મક દ્રષ્ટીકોણ વિકસીત કરવા તે સહાયક થશે. રક્ષામંત્રાલયે નાણાકીય વર્ષ-21-22 માટે ઇનોવેશન ફોર ડીફેન્સ એક્સલન્સ પહેલ માટે ઘરેલુ ખરીદ માટે કુલ એક હજાર કરોડ રૂપિયા નિર્ધારીત કર્યા છે.

રક્ષામંત્રીએ તાજેતરમાં 300 થી વધુ સ્ટાર્ટ-અપની મદદ અને રક્ષા તેમજ એરોસ્પેસ ક્ષેત્રમાં નવીનીકરણ વધારવા માટે આગામી પાંચ વર્ષ માટે 500 કરોડ રૂપિયા બજેટને મંજુરી આપી છે.

આ જાહેરાતથી યુવા ઉદ્યમીઓ દ્વારા વિકસીત કરવામાં આવેલ નવાચારો અને ઉત્પાદનોના ઘરેલુ ખરીદ નું આશ્વાસન મળ્યું છે. જે 2025 સુધી 50 ખરબ ડોલરની અર્થ વ્યવસ્થા પ્રાપ્ત કરવાના લક્ષમાં ભારતીય રક્ષા ક્ષેત્રને મહત્વપૂર્ણ યોગદાન આપવામાં સક્ષમ બનાવશે.