વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યા હતો પણ ગતરોજ બુધવારે પડેલ ધોધમાર વરસાદનાં પગલે વાંસદા વિસ્તારના આવેલ નદીઓમાં પાણીનો પ્રવાહ તેજ બનેલો જોવા મળ્યો હતો હવામાન વિભાગમાં અનુસાર જોઈએ તો નવસારીમાં જિલ્લામાં સૌથી વધુ 34 મિમી વરસાદ વાંસદા તાલુકામાં નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય બન્યાનું જણાય છે ત્યારે વાંસદા શહેરમાં અને ગામડાઓમાં ભારે વરસાદ પડવાનું શરૂ થવાના કારણે હાલમાં વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. વાંસદાના અંકલાછ ગામના જયેશભાઈ જણાવે છે કે વરસાદ આપવાના કારણે અમારા ડાંગરના પાકને પુરતા પ્રમાણમાં પાણી મળશે અને પાક સારો ઉતરશે જેથી અમે ખુબ જ ખુશ છીએ.
Decision Newsને મળતી માહિતી મુજબ નવસારી જીલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવસારીમાં 1 મિમી, જલાલપોરમાં 1 મિમી, ગણદેવીમાં 3 મિમી, ચીખલીમાં 7 મિમી, ખેરગામમાં 1 મિમી અને વાંસદામાં 34 મિમી વરસાદ નોંધાયાનું કહેવાય રહ્યું છે.

