ધરમપુર: ગતરોજ ધરમપુરના બાગરૂમાળ પાસે આવધા જતા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બે બાઇક સામ સામે અથડાતા બંને બાઇકચાલક યુવક ગંભીર ઘવાતા સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે બંનેને મૃત જાહેર કર્યાની ઘટના સામે આવી છે
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે બરૂમાળમાં ધરમપુરથી આવધા જતા રોડ ઉપર GJ-05-ED-4077 અને GJ-15-DE-2286 નંબરની બાઈકો સાંજે બે ગાડીઓ અથડાતાં ચાલકો ગંભીર રીતે ઘવાયા બાદ બેભાન ઘટના સ્થળ પડયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પોહચી ગઈ હતી બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના તબીબે બંને બાઈક ચાલકોને મૃત જાહેર કર્યા હતા.
તાજા જાણકારી અનુસાર અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવક ધરમપુર તાલુકાના રહેવાસી હતા જેમાં એક તીસ્કરી તલાટના માૈલિક અરવિંદ ભાઇ પટેલ અને જ્યારે બીજો દિનેશ રાજીરામ જાદવ રહે તણસીયાનો હોવા નું બહાર આવ્યું છે. વધુ તપાસ ધરમપુર પોલીસ કરી રહી છે. ધરમપુર કપરાડામાં યુવા વર્ગ વધારે શક્તિવાળી બાઇકો પુરપાટ હંકારતા અકસ્માત વધી રહ્યા છે.