પારડી: 75 માં સ્વતંત્રદિનની પૂર્વ સંધ્યા એ અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારાજી ના આગેવાનીમાં ભારતીય જનતા યુવા મોરચા પારડી દ્વારા તાલુકા અને શહેર દ્વારા પારડી બજાર વિસ્તારમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News દ્વારા રેલીના સંદર્ભમાં વલસાડ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે પારડીમાં મશાલ રેલી યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારત દેશમાટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા આપણા શહીદ જવાનોને 15 ઓગસ્ટના સ્વાતંત્ર્યના પાવન પર્વ પર તેમની કુરબાનીને યાદ કરવામાં આવે અને આપણા દેશમાં શાંતિ અને અમન સ્થપાય એવો હતો.

આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહામંત્રી કમલેશભાઈ ગજાનંદભાઈ પટેલ  તેમજ સ્થાનિક સંગઠનનાં પદાધિકારી તેમજ યુવા મોર્ચાનાં પદાધિકારીઓ મયંક પટેલ, અંકિત પટેલ સહીત ખુબ મોટી સંખ્યામાં યુવાનો આ મશાલ રેલીમાં જોડાયા હતા.