વલસાડ: ભારત દેશના આઝાદી ના 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે ” આઝાદી કા અમૃત મહોત્સવ “ની યાદગાર ઉજવણીના ભાગ રૂપે પારડી તાલુકા કક્ષાએ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટૉરિયમ હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ ના ભાગ રૂપે ભગિની સમાજ એમ .જી. એમ. પી. હાઇસ્કુલ ઉદવાડા શાળા એ એક સુંદર ગરબાની કૃતિ રજુ કરી આ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લધો હતો આ પ્રસંગે પારડી તાલુકાના મામલતદાર શ્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય સહીત અન્ય મહેમાનો ઉપસ્થિત રહયા હતા. અને દેશની આઝાદી માટે અપાયેલા બલિદાનોને યાદ કરી દેશને વિકાસની દિશામાં લઇ જવાના વિચારો વહેતા મુકાયા હતા.

ભગિની સમાજ એમ. જી. એમ. પી. હાઇસ્કુલ ઉદવાડા શાળામાં શિક્ષક તરીકે પોતાનું યોગદાન આપતા મનોજભાઈ રાઉત Decision News સાથે વાત કરતાં જણાવે છે  આવો આપણે સૌ ભારતીય તરીકે આપણી અસ્મિતા બુલંદ કરવા સાથે સ્વચ્છ,સુંદર, સ્વસ્થ,સુવિધામય તથા સમરસ ભારતનું નિર્માણ કરીએ.  હૃદય – ચારિત્ર્ય – દેશ અને વિશ્વ વચ્ચે અદ્ભૂત સંવાદિતા છે આપણે સમાજના વિવિધ ઘટકો વચ્ચે સદાચારનું નિર્માણ કરવાનું છે સમગ્ર સમાજ સદાચારી થઈ શકે માટે આપણે કુટુંબમાં, શિક્ષણમાં, સેવામાં, કારકિર્દીમાં, વ્યાપાર અને ઉદ્યોગોમાં વહીવટમાં, રાજકારણમાં, સરકારમાં કાનૂનમા અને વ્યવસ્થામાં અને ન્યાયમાં પણ સદાચાર સર્જવો પડશે. સમાજનાં બધાં જ પાસાઓ માં સદાચાર વિકસાવવા સાથે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા અદમ્ય ચેતના પણ જરૂરી છે.