ગુજરાત: રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરતા ધોરણ ૧૨ના રેગ્યુલર વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. જો કે ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓ સોમવારે સવારે 8 વાગ્યે પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ result.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓને આગમી સપ્તાહમાં માર્કશીટ મળશે.

હાલમાં જ્યારે સરકારી અને ખાનગી કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ માટે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે ત્યારે ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓની માટે વહેલા-થી વહેલાં પરિણામ આવવું ખુબ જ મહત્વનું હતું જે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આજે ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓ પોતાના ભવિષ્ય તરફ વધુ એક ડગ ભરવા કાબિલિયત હાસિંલ કરશે.