જૂનાગઢ ખાતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું જે બાદ મુખ્યમંત્રી ગુજરાતની જનતાને સંબોધિત કરતા ગુજરાતીઓને અને દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ આપી હતી.

જૂનાગઢમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનીએ ધ્વજવંદન કર્યું હતું અને ગુજરાતની જનતાને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપી હતી.

આ પ્રસંગે પોલીસ દ્વારા લેજીમ નૃત્ય, ડોગ શો, ડ્રોનનું ડ્રેમોસ્ટ્રેશન, શોર્યગીતો સહિતના સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સાથે સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાતંત્ર્ય વિરોના બલિદાન,આરઝી હકુમત સહિતની શોર્યગાથાના દેશભક્તિસભર નાટકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.